જ્યોર્જિયામાં મોટી ઘટના, ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 લોકોના મૃતદેહ મળી આવ્યા; તપાસ ચાલુ
Georgia: જ્યોર્જિયાના એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુદૌરી સ્કી રિસોર્ટ નામની ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 11 વિદેશી અને એક જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, મૃતકોના મૃતદેહ રેસ્ટોરન્ટના રૂમમાંથી મળી આવ્યા હતા જ્યાં કર્મચારીઓ સૂતા હતા.
સત્તાવાર અહેવાલ મુજબ માર્યા ગયેલા લોકોમાં રેસ્ટોરન્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃતકોના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી, જે દર્શાવે છે કે તેમનું મૃત્યુ અકસ્માતના કારણે થયું છે. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ લાઇટના અભાવે બંધ રૂમમાં જનરેટરનો ઉપયોગ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પહોંચેલા લોકોને બેડની બાજુમાં રાખેલ જનરેટર ચાલુ જોવા મળ્યું હતું.
પોલીસ પૂછપરછ કરી રહી છે
હજુ તપાસ ચાલુ છે. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે સેમ્પલ લીધા અને તપાસ માટે મોકલી આપ્યા. પોલીસે જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ બેદરકારીને કારણે મૃત્યુ થવા બદલ ફોજદારી કેસ દાખલ કર્યો છે. પોલીસ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે, ફોરેન્સિક મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને મૃત્યુનું કારણ જાણવા માટે હજુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગને લઈ મચી બબાલ
મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી
રેસ્ટોરન્ટમાં મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી, જોકે પ્રાથમિક તપાસમાં નાના રૂમમાં જનરેટરનો ઉપયોગ કરવાને કારણે કાર્બન મોનોક્સાઇડ ફેલાતા શ્વાસોશ્વાસમાં અવરોધ સર્જાયો હોવાનું જણાયું છે. આ અકસ્માતે રિસોર્ટની સુરક્ષા સુવિધાઓ પર સવાલો ઉભા કર્યા છે. આવી આફતોથી બચવા માટે લેવામાં આવતી સલામતીની સાવચેતી, ખાસ કરીને બંધ વિસ્તારોમાં જનરેટરના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.