શિયાળામાં ચમકી જશે ચહેરો, ગુલાબજળની સાથે આ વસ્તુને કરો મિક્સ
Rose Water and Glycerin: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે ત્વચા સંબધિત સમસ્યાઓ થવા લાગે છે. શિયાળાની સિઝનમાં ત્વચાની ચમક જતી રહે છે. ત્યારે તમે ગ્લિસરીન અને ગુલાબજળની મદદથી તમારી ત્વચાને તેજ મળી શકે છે.
આ પણ વાંચો: વડોદરાના સાંસદે ટોલ ટેક્સમાં ઘટાડો કરવા ડો હેમાંગ જોશીએ નીતિન ગડકરીને કરી રજૂઆત
ગુલાબજળ અને ગ્લિસરીનને મિક્સ કરો
ગુલાબજળ અને ગ્લિસરીનને મિક્સ કરીને લગાવવાથી ત્વચાની ચમકમાં વધારો થાય છે. ગુલાબજળ અને ગ્લિસરીનનું મિશ્રણ કરીને ત્વચા પર લગાવવાથી તમારા ચહેરા પર રહેલા પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે. ગુલાબજળ અને ગ્લિસરીનમાં જોવા મળતા તમામ તત્વો તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. ત્વચા પર રહેલા મૃત કોષોને દૂર કરવા માટે પણ તમારે આ પેસ્ટને લગાવવું જોઈએ.