નરેન્દ્ર મોદીએ સંસદમાં આપ્યા 11 સંકલ્પ, જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ લોકસભામાં બંધારણ પર ચર્ચાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંબોધન કર્યું હતું. આ પહેલા રાહુલ ગાંધીએ પણ બંધારણ પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારે વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન 11 સંકલ્પો આપ્યા છે. જાણો તેમણે શું કહ્યું…
1. નાગરિક હોય કે સરકાર હોય દરેક તેમના કર્તવ્યનું પાલન કરે.
2. દરેક ક્ષેત્ર, દરેક સમાજને વિકાસનો લાભ મળે, સૌનો સાથ, સૌનો વિકાસ.
3. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોય, ભ્રષ્ટાચારીનો સામાજિક બહિષ્કાર કરવો.
4. દેશના કાયદા, નિયમ અને પરંપરાના પાલનમાં દેશના નાગરિકોને ગર્વ હોવો જોઈએ.
5. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ, દેશની વિરાસત પર ગર્વ હોય.
6. દેશની રાજનીતિને પરિવારવાદમાંથી મુક્તિ મળે.
7. બંધારણનું સન્માન હોય, રાજનીતિ સ્વાર્થ માટે બંધારણને હથિયાર ન બનાવવો.
8. બંધારણની ભાવના પ્રત્યે સમર્પણ રાખીને જેમને આરક્ષણ મળે છે તે ન છીનવાય અને ધર્મના આધારે આરક્ષણ આપવાની દરેક કોશિશ બંધ થાય.
9. વુમન લેડ ડેવલપમેન્ટમાં ભારત વિશ્વભરમાં ઉદાહરણ બને.
10. રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય.
11. એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ધ્યેય સર્વોપરી હોય.