January 19, 2025

WhatsAppમાં આવશે નવા ફિચર, મળશે હવે આ નવો અનુભવ

WhatsApp New Features: વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફિચર લઈને આવી રહ્યું છે. વોટ્સએપમાં હવે તમને વીડિયો કોલમાં આ નવા ફિચર મળશે. આવો જાણીએ કે આ નવા ફિચર વિશે.

ગ્રુપ કોલ પર નવો વિકલ્પ
તમે જ્યારે ગ્રુપ કોલ કરતા હતા ત્યારે તમામ સભ્યોને સૂચના આપવામાં આવતી હતી. એવી સ્થિતિમાં જે કોઈ ઈચ્છે તે જોડાઈ શકે છે. વોટ્સએપે હવે તેમાં નવો ઓપ્શન એડ કર્યો છે. હવે તમે સિલેક્ટ કરી શકો છો કે ગ્રુપ કોલમાં કયા લોકોને એડ કરવા છે.

વીડિયો કોલ ગુણવત્તા
WhatsApp તેના કોલ ગુણવત્તામાં વધુ સુધારો કરી શકે છે. હવે તમને બ્લર જેવી સમસ્યાઓ નહીં થાય.

આ પણ વાંચો: Jio Recharge Plan: 300 રૂપિયાની અંદર થઈ જશે આ ત્રણ રિચાર્જ પ્લાન

વીડિયો કોલમાં નવી ઈફેક્ટ
વીડિયો કોલમાં તમને નવી ઈફેક્ટ મળશે. જેમાં તમે ફિલ્ટર્સ અને ઈફેક્ટ મળશે. જેની મદદથી તમે વીડિયો કોલમાં અલગ અનૂભવ કરી શકો છો. જોકે હાલમાં તેનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.