January 3, 2025

Dhoni પહેરે છે આ ખાસ બેન્ડ, ખાસિયતો જાણીને તમને થશે આશ્ચર્ય

ધોની ખાસ પ્રકારનો ફિટનેસ બેન્ડ પહેરે છે. જેની ખાસિયતો સાંભળીને તમે ચોંકી જશો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા ખુબ છે. પરંતુ શુ તમને ખબર છે કે તેમના હાથમાં તેઓ અનોખો ફિટનેસ બેન્ડ પહેરે છે, જેનું નામ WHOOP Band 4.0 છે. માત્ર ધોની જ આ બેન્ડ નથી પહેરતા, તેની સાથે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને શાર્ક ટેન્ક જજ અને OYO રૂમ્સના સીઈઓ રિતેશ અગ્રવાલ પણ આ બેન્ડના ફેન છે. ત્યારે હવે તમને સવાલ થતો હશે કે એવું તો શુ ખાસ છે આ બેન્ડમાં કે જેને દરેક મોટી હસ્તી પસંદ કરી રહી છે.

ફોટો સામે આવ્યો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ સ્પેશિયલ બેન્ડ પહેરેલો જોવા મળે છે. તે બેન્ડ ફિટનેસનો છે જેનું નામ WHOOP છે. WHOOP બેન્ડ માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પણ પહેરતા જોવા મળ્યા છે. આ ફિટનેસ બેન્ડ વિશ્વભરના ટોચના એથ્લેટ્સમાં ખૂબ લોકપ્રિય જોવા મળે છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

બેન્ડ માટે ક્રેઝી
WHOOPની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર WHOOP આરોગ્ય, તંદુરસ્તી અને જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સુવિધાઓ આપે છે. સાથે જ તમારી ઊંઘની સાથે તમારા આરોગ્ય પર નજર રાખે છે. ઓલિમ્પિક મેડલ જીતનાર માઈકલ ફેલ્પ્સ પણ WHOOP બેન્ડ માટે ક્રેઝી છે. આ સિવાય OYO રૂમ્સ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ અગ્રવાલ પણ આ બેન્ડ પહેરે છે. હવે સવાલ એ થાય છે કે આ ફિટનેસ બેન્ડમાં એવું શું છે, જે અન્ય બેન્ડ કે સ્માર્ટવોચમાં નથી.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

એમાં ખાસ શું છે?
WHOOP બેન્ડ 4.0 તમારા શરીરમાંથી ઘણા પ્રકારના ડેટાને ટ્રેક કરે છે. બેન્ડની મદદથી, તમે દરરોજ કેટલી કેલરી બર્ન કરો છો તેની માહિતી મેળવી શકો છો. આ બેન્ડ તમારી ઊંઘ, સ્ટ્રેન, રિકવરી. હેલ્થને મોનિટર કરે છે. આ બેન્ડ બનાવતી વખતે સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ બંનેએ સાથે મળીને કામ કર્યું છે. બીજા ફિટનેસ ટ્રેકર નથી કરી શકતા એ તમામ કામ આ ફિટનેસ બેન્ડ કરે છે અને આ જ કારણ છે કે સ્પોર્ટ્સમેન્સ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે