December 13, 2024

JNUમાં સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન બબાલ, પથ્થરમારો થયો

JNU News: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડાબેરી વિદ્યાર્થીઓ એબીવીપીના કાર્યક્રમોમાં હંમેશા અવરોધો ઉભો કરે છે અને આજે પણ ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

એબીવીપીના એક વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે ડાબેરી વિદ્યાર્થીઓ વારંવાર આવું જ કરે છે. અગાઉ, જ્યારે અમે એક ફિલ્મનું સ્ક્રીનિંગ આયોજિત કર્યું હતું, ત્યારે પણ તેમના દ્વારા આવું જ કરવામાં આવ્યું હતું. જેમાં એક ગાર્ડના પગમાં ઈજા થઈ હતી. આજે પણ ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો થયો હતો, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

એબીવીપીના વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે, “આ ડાબેરીઓની સેટ પદ્ધતિ છે. બહાર આ લોકો ચર્ચાની વાત કરે છે પણ જ્યારે પણ એબીવીપી આવા કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે તેઓ ઉપદ્રવ પેદા કરે છે. અમે વર્ષ 2016, 2017 અને 2018માં આવી મૂવી સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું, ત્યારે પણ ડાબેરીઓએ માત્ર વાયરો જ નથી કાપ્યા પણ એબીવીપીના વિદ્યાર્થીઓને માર માર્યા હતા.”