December 19, 2024

આ વેલેન્ટાઈનમાં ચોકલેટની જગ્યાએ ટ્રાય કરો આ લવ કુકીઝ

વેલેન્ટાઈન અઠવાડિયાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ દિવસોમાં એક દિવસ ચોકલેટ ડેનો પણ આવે છે. આ ચોકલેટ ડેમાં જો તમે તમારા પાર્ટનર માટે કંઈક સ્પેશિયલ કરવા માંગતા હો તો તમે ચોકલેટની જગ્યાએ આ કુકીઝ બનાવી શકો છો. માત્ર 1 કલાકની અંદર તૈયાર થતી કુકીઝમાં તમે તમારા દિલની વાતને શૅપ આપીને સમજાવી જશો છો. તમારા હાથથી જ તમારા પ્રેમને આકાર આપવાનું કામ તમે કરવાનો તમને મોકો મળી રહ્યો છે. ત્યારે જો તમે તૈયાર હોવ તો અમે પણ તૈયાર છીએ તમારા આ દિવસને વધુ ખાસ બનાવવા માટે…

  • સામગ્રી
    2 કપ લોટ
    1 કપ ખાંડ પાવડર
    1 કપ ઘી
    1 ચમચી માખણ
    જરૂર મુજબ જામ
  • રીત
    – સૌ પ્રથમ એક વાસણમાં લોટ અને ખાંડનો પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
    – હવે તેમાં ઘી ઉમેરી લોટ બાંધો.
    – એક ભારે તળિયાવાળા વાસણમાં મીડીયમ ફ્લેમ પર મીઠું નાંખો. મેશ સ્ટેન્ડ મુકો અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ સુધી ગરમ થવા દો.
    – એક પ્લેટમાં ઘી લગાવીને ગ્રીસ કરો.
    – હવે તમારી હથેળીઓને ગ્રીસ કરો. થોડું મિશ્રણ લો અને તેને ગોળ કે પછી દિલનો આકાર આપીને હળવા હાથે ચપટા કરી દો.
    – બધા બોલ્સને એક જ રીતે ચપટા કરી લો.
    – હવે જામનો કોન ભરો અને તેને કુકીઝની વચ્ચે મૂકો.
    – બધી જ કુકીઝને આ જ રીતે તૈયાર કરો અને તેને ગ્રીસ કરેલી પ્લેટમાં થોડા અંતરે મૂકો.
    – 10 મિનિટ પછી વાસણનું ઢાંકણ હટાવી લો અને કુકીઝની પ્લેટ મેશ સ્ટેન્ડ પર મૂકો.
    – જો કુકીઝ ફૂલી જાય તો ગેસ બંધ કરી દો.
    – કુકીઝને પ્લેટમાં કાઢીને તેના પર ખાંડનો પાવડર છાંટો.
    – જામ કુકીઝ તૈયાર છે.

જો તમને આ કુકીઝને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવી હોય તો તેને એક એર ટાઈટ કન્ટેઈનરમાં ભરીને રાખી શકો છો.