December 12, 2024

રાજ્યમાં હજુ 2 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, નલિયા સૌથી ઠંડુગાર શહેર

Gujarat Winter: રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસરો જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ અને નલિયામાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જ નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર છે.

ઉત્તર તરફથી આવતા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે લોકો વિવિધ જ્યુસ પી ને ઠંડીથી રાહત મેળવે છે. કાવો, મશરૂમ શુપ, બીટ શૂપ સહિત નાં સૂપ પીને ઠંડી થી રાહત મેળવે છે. ત્યારે અમદાવાદ 13.4ડિગ્રી, ગાંધીનગર 14.3 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. આ સિવાય વડોદરા 12.0 ડિગ્રી ,રાજકોટ 9.7 ડિગ્રી નોંધાયું છે. તો ડીસા 10.6 ડિગ્રી ,વેરાવળ 16.9 ડિગ્રી, દ્વારકા 15.0ડિગ્રી ,સુરત 15.8 ડિગ્રી નોંધાયું છે. કેશોદ 11.3 ડિગ્રી , અમરેલી 11.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 13.0 ડિગ્રી ,ભાવનગર 13.8 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં હજુ બે દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં કોલ્ડ ડે… 11 રાજ્યોમાં ધુમ્મસ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ