January 5, 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક, ખેડૂતો નિરાશ

Marketing Yard Gondal: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક થઈ છે. યાર્ડમાં ડુંગળીના બે લાખથી વધુ બોરીની આવક થઈ છે. ડુંગળીની આવક થતા યાર્ડ લાલ ડુંગળી ઉભરાય ગયું છે. 2 હજારથી વધારે ડુંગળી ભરેલા વાહનોની લાઈનો લાગી છે. વાહનોની 7 થી 8 કી.મી લાંબી લાઈનો લાગી છે.

આ પણ વાંચો: સવાણી ગ્રુપ 111 દીકરીઓના વિવાહ કરાવશે, 2 મુસ્લિમ દીકરી પણ ફેરા લેશે

યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું
યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ હતી. વાહનોની 7 થી 8 કી.મી લાંબી લાઈનો લાગી હતી. યાર્ડ બહાર હજુ પણ 500થી વધુ વાહનોની લાઈનો લાગી છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી રૂપિયા 850 સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકમાં મોખરે સ્થાન ધરાવે છે. અન્ય રાજ્યમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અન્ય રાજ્યમાંથી પણ વેપારીઓ પહોંચ્યા છે. આવક વધી જતા યાર્ડમાં હાલ ખેડૂતોને ડુંગળીની હરાજી માટે ન આવવા જાણ કરી દેવામાં આવી છે.