December 12, 2024

સીરિયાની જમીન પર ઈઝરાયલનો દાવો, નેતન્યાહુએ કહ્યું- હંમેશા અમારું રહેશે ગોલાન હાઈટ્સ

Israel: વિદ્રોહીઓએ સીરિયા પર કબજો કર્યો ત્યારથી ઈઝરાયલ બોમ્બમારો કરી રહ્યું છે. આ સિવાય તેણે પોતાના કબજા હેઠળની ગોલાન હાઇટ્સની અંદર લગભગ 14 કિલોમીટર સુધી પોતાની સેના તૈનાત કરી છે. કતાર, સાઉદી અરેબિયા અને ઈરાક દ્વારા ઈઝરાયલના આ હુમલા અને કાર્યવાહીની નિંદા કરવામાં આવી છે. આ દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે કહ્યું હતું કે લગભગ 60 વર્ષથી ઈઝરાયલના કબજામાં રહેલ ગોલાન હાઇટ્સ ઈઝરાયલનું ‘હંમેશા’ રહેશે. જેરુસલેમમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, નેતન્યાહુએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 1981 માં પ્રદેશ પર ઈઝરાયલના કબજાને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ-ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે ગોલાન હંમેશા ઈઝરાયલ રાજ્યનો ભાગ રહેશે.

આ પણ વાંચો: સુરતમાં રોમિયોને નથી રહ્યો કોઈનો ડર, જાહેરમાં કરી છેડતી; CCTV આવ્યા સામે

ઈઝરાયલે 1967ના છ દિવસીય યુદ્ધ પછી સીરિયાના મોટાભાગના પર્વતીય વિસ્તારો પર કબજો જમાવ્યો હતો અને ત્યારથી તે તેના પર કબજો જમાવી રહ્યો છે. 1973માં સીરિયા દ્વારા સૈનિકો મોકલીને આ ભાગ પાછો લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈઝરાયલની સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.

સીરિયાની રાજધાની દમાસ્કસ પર ગોલાન હાઇટ્સ પરથી સીધું નજર રાખી શકાય છે. નેતન્યાહુએ કહ્યું કે ઉચ્ચ પ્રદેશો પર ઈઝરાયલનું નિયંત્રણ આપણી સુરક્ષા અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરે છે. ઉપરાંત, અસદના પતન પછી, તેણે ગોલાન હાઇટ્સના બફર ઝોન અને તેનાથી આગળના વિસ્તારને નિયંત્રિત કરવા માટે તેના દળો મોકલ્યા છે.