December 12, 2024

સુરતમાં રોમિયોને નથી રહ્યો કોઈનો ડર, જાહેરમાં કરી છેડતી; CCTV આવ્યા સામે

Surat: રાજ્યમાં અવારનવાર છોકરીઓની છેડતીઓની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં દીકરીઓ હવે સુરક્ષિત નથી. હાલ સુરતમાંથી છોકરીઓના છેડતી કરતા સીસીટીવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં અસામાજીક તત્વોનો આતંક વધી ગયો છે. સુરતમાંથી CCTV સામે આવ્યા છે. જેમા એક નહીં પણ 3 યુવતીઓની છેડતીની ઘટના સામે આવી છે. મોપેડ પર ઉભેલી યુવતીની છેડતી સીસીટીવીમાં કેદ થઈ છે. આ સિવાય રસ્તા પર ચાલીને જઈ રહેલી બે મહિલાઓની પણ છેડતી કરી છે. આ બનાવ આંજણા સ્થિત અમન સોસાયટીનો છે. જે હાલ સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: કરણી સેના ઘરમાં ઘૂસીને જવાબ આપવા તૈયાર… પુષ્પા ફિલ્મના નિર્માતાઓને રાજ શેખાવતની ખુલ્લી ધમકી!