કરણી સેના ઘરમાં ઘૂસીને જવાબ આપવા તૈયાર… પુષ્પા ફિલ્મના નિર્માતાઓને રાજ શેખાવતની ખુલ્લી ધમકી!
Raj Sekhavat: ફિલ્મ પુષ્પા-2 રિલીઝ થયા બાદ ધમાકેદાર કમાણી કરી રહી છે. ત્યારે હવે પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાએ વિરોધ કર્યો છે. ફિલ્મને લઈને રાજ શેખાવતનું નિવેદન સામે આવ્યું છે. રાજ શેખાવતે જણાવ્યું છે કે, ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મુકાયું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યુ છે. તેનાથી રાજપૂતોનું અપમાન થઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર પુષ્પા-2 ફિલ્મને લઈને રાજ શેખવતે વિરોધ કર્યો છે. રાજ શેખાવતે રાજપૂતોને અપીલ કરી છે કે, ફિલ્મ મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે. ફિલ્મ મેકર્સોની ઘરમાં ઘૂસીને માર મારવામાં આવશે. આ ઉપરાંત તેઓ રસ્તા પર જ્યાં મળશે ત્યાં કરણી સેના દ્વારા માર મારવામાં આવશે.
આ પણ વાંચો: કુલ્લુના આનીમાં ગંભીર અકસ્માત, ખીણમાં પડી બસ; અનેક લોકોના મોતની આશંકા