કુલ્લુના આનીમાં ગંભીર અકસ્માત, ખીણમાં પડી બસ; અનેક લોકોના મોતની આશંકા
Himachal: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અની વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ખાનગી બસ ઉંડી ખીણમાં પડી જતાં અનેક લોકોના મોતની આશંકા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે એક ખાનગી બસ કારસોગ જઈ રહી હતી. સવારે 11.30 વાગ્યાના સુમારે આની તરફના શકલહર નામના સ્થળે ઉંડી ખાઈમાં પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કરંથલની આ ખાનગી બસને કુલ્લુના અની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાનના CM પર ભડક્યો સોનુ નિગમ, કહ્યું- ‘…કોઈપણ કલાકારના પરફોર્મન્સમાં હાજરી ન આપો’
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે બસમાં 25 થી 30 લોકો સવાર હતા અને આ બસ કારસોગથી આવી રહી હતી. પરંતુ અધવચ્ચે જ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના ટુકડા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકો બસની આસપાસ પડ્યા હતા . સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસને પણ જાણ કરી હતી. પોલીસની સાથે પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીએસપી અની ચંદ્ર શેખરે જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે.