પપૈયાનો આ રીતે બનાવો ફેસ પેક, સુંદરતામાં થશે બમણો વધારો
Papaya Face Pack: શરીર માટે ફળ તો ફાયદાકારક છે, પરંતુ તેની સાથે ત્વચા માટે પણ ફળ ફાયદાકારક છે. આજે અમે તમને પપૈયાના ફેસ પેક વિશે માહિતી આપીશું અને તેના ફાયદાઓ વિશે પણ તમને માહિતી આપીશું.
ફેસ પેક કેવી રીતે બનાવશો?
પપૈયાનો ફેસ પેક બનાવવા માટે તમારે પપૈયું લેવાનું રહેશે. જેમાં તમારે લીંબુ અને મધ નાંખવાનું રહેશે. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી દો. આ પછી તમારે તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવાની રહેશે. હવે જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરશો.
આ પણ વાંચો: Jioના કરોડો યુઝર્સ માટે આ છે બેસ્ટ પ્લાન, 2.5GB ડેટા રોજ મળશે
ઉપયોગ કેવી રીતે કરશો
સૌથી પહેલા તમારે ચહેરાને સાફ કરી લેવાનો રહેશે. આ પછી તમે બનાવેલા આ પેકને સારી રીતે લગાવી દો. જો તમારે સારું પરિણામ જોતું હોય તો તમારે આ પેકને 20 મિનિટ સુધી રાખવાનું રહેશે. અઠવાડિયામાં 4થી 5 વખત તેને લગાવવાનું રહેશે. થોડા જ સમયમાં તમને ચહેરા પર ફેરફાર જોવા મળશે. તમારી ત્વચામાં ચમક આવવા લાગશે. આ ફેસ પેકનો બીજો ફાયદો એ છે કે તમારી સ્કિન ટોનને ઘણી હદ સુધી સુધારી શકાશે.