January 5, 2025

રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવન જાગાણી વિવાદમાં, વિધવા મહિલાનો છેતરપિંડીનો આક્ષેપ

રાજકોટઃ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ જાગાણી વિવાદમાં આવ્યા છે. તેમની સામે વિધવા મહિલાએ છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. મહિલા અને તેના પરિવારે જમીનનો સોદો કરી જીવણ જીવાણીને રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ તેમણે જમીન ન આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

વિધવા મહિલા કાંતાબેન વઘાસિયાએ રડતી આંખે ન્યૂઝ કેપિટલ સમક્ષ આપવીતી વર્ણવી હતી. તેમણે કહ્યુ હતુ કે, જીવણ જાગાણીને રૂપિયા 51 લાખ રૂપિયા ચેક દ્વારા આપ્યા હોવા છતાં પણ જીવણ જાગાણીએ જમીન નહોતી આપી. વર્ષ 2010માં ચેકથી 51 લાખ રૂપિયા આપ્યા હતા.

જીવણ જાગાણી દ્વારા સાટાખત ભરી લખાણ પણ કરી દેવામાં આવ્યું છે. સોદો થયા બાદ જગ્યાના ભાવ વધી જતાં જીવણ જાગાણીએ જમીન ન આપી. અનેક જગ્યાએ ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરી. જીવણ જાગાણી અને ઈશ્વર જાગાણીની માલ્યાસણ ગામે જમીન છે. 10 એકર જગ્યાનો જમીનનો સોદો થયો હતો.

1 એકર દીઠ રૂપિયા 40 લાખમાં સોદો થયો હતો. જીવણ જાગાણીએ મનજીભાઈ વઘાસિયાને જમીન વહેંચી હતી. મનજી વઘાસિયાના મૃત્યુ બાદ વિધવા મહિલાને જીવણ જાગાણીએ ધમકી આપી હતી.