December 12, 2024

ઠંડીથી ઠુંઠવાઈ જશો… હવામાન વિભાગની ઠંડીને લઈ આગાહી, નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર

Weather Update: રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જોકે, 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય વડોદરામાં 15.8 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી, દ્વારાકામાં 21.4 ડિગ્રી, ભૂજમાં 18.8 ડિગ્રી, ડીસામાં13.8 ડિગ્રી, વેરાવળમાં 19.4 ડિગ્રી તાપમાન નોંઘાયું છે. તો નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

આ પણ વાંચો: ‘આ અમારી લડાઈ નથી…’ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા સંઘર્ષ પર અમેરિકાને આપી ચેતવણી