December 18, 2024

લગ્નપ્રસંગમાં ઝગડાની અદાવતમાં તોડફોડ કરી, પોલીસે 9 આરોપીઓની સામે ફરિયાદ નોંધી

Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં લગ્નપ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝગડાની અદાવતમાં શહેરકોટડા વિસ્તારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવકોએ ઝગડાની અદાવતમાં લગ્નપ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પિકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી. જેના વિડિયો વાયરલ થયા હતા.

અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આરોપીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના બાબતે શહેરકોટડા પોલીસે સમગ્ર 6 આરોપીઓના નામ જોગ તેમજ વધુ 3 આરોપી અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના સંદર્ભે જ આરોપીની માતાએ રાત્રે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પથ્થરમારો થયો હોવાની જાણ કરી હતી. કંટ્રોલ મેસેજના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટના ભુવાને ધુણાવી નાંખ્યો વિજ્ઞાન જાથાએ, ભુવાએ માંગી માફી

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સરસપુરના પંડિતનગર અને બોરડીવટ નગર પહોંચી તપાસ કરતા હકીકતમાં કોઈ પથ્થર મારો ન થયો હોવાને લઇને કંટ્રોલમાં ફોન કરનાર મહિલા સામે પણ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કંટ્રોલમાં મેસેજ કરનાર મહિલા ના બે દીકરાઓ દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તોડફોડ કરનારાની શોધખોળ શરૂ કરી છે.