January 6, 2025

નવા વર્ષે પછી કાર ખરીદવી પડશે મોંઘી, મારૂતિ સુઝુકી તમામ વાહનોની કિંમતમાં કરશે વધારો

Maruti Cars: નવા વર્ષની શરૂઆતમાં ઘણા વાહનોની કિંમતમાં વધારો થવાનો છે. તેમાંથી મારુતિના વાહનો પણ મોંઘા થશે. તમને જણાવી દઈએ આ પહેલા હ્યુન્ડાઈ, મર્સિડીઝ બેન્ઝ, BMW અને Audi સહિત અન્ય ઘણી કંપનીઓના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે. મારુતિ સુઝુકીએ આપેલી માહિતી પ્રમાણે તેના તમામ વાહનોની કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રિયંકાએ રાહુલ ગાંધીના ભાજપ પર દેશદ્રોહી હોવાના આરોપોનો કર્યો બચાવ, કહ્યું, ‘મારા ભાઈ પર ગર્વ છે’

કિંમતમાં કરશે આટલો વધારો
મારુતિની કિંમતમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. Dzire શોરૂમ કિંમત 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેની કિંમતમાં 25 થી 28 હજારનો વધારો થઈ શકે છે. Brezzaની કિંમતમાં 32 થી 35 હજાર રૂપિયાનો વધારો જોવા મળી શકે છે. જોકે આ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. સાચી માહિતી તો જાન્યુઆરીમાં જ ખબર પડે કે ભાવ વધારો થશે કે પછી રેટ ઓછો થશે. બીજી બાજૂ હ્યુન્ડાઇ મોટરે 1 જાન્યુઆરીથી તેના વાહનો પર રૂપિયા 25,000 સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.