January 5, 2025

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ

Earthquakes Today: અમેરિકાના કેલિફોર્નિયામાં આજે ભૂકંપ આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાના દરિયાકાંઠે 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. કેન્દ્રબિંદુ લગભગ 100 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં નોંધાયું હતું. ભારતીય સમય અનુસાર રાતના 12:24 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે કોમ્બિંગ નાઈટના બે સપ્તાહમાં જનતાને 93 લાખથી વધુ દંડ ફટકાર્યો

તીવ્રતા ઘણી વધારે હતી
અવારનવાર ભૂકંપ દેશની સાથે વિદેશની ધરતી પર આવી રહ્યા છે. જોકે વધારે તીવ્રતાના ભૂકંપ ના હોવાના કારણે માનવ માટે ભય નથી. પરંતુ એ ચોક્કસ છે કે વારંવાર ભૂકંપ આવવા તે માનવ હિત માટે સારું પણ નથી. અમેરિકાના કેલિફોર્નિયામાં આજે ભૂકંપ આવ્યો છે. ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર કિનારાની આસપાસ હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ સુનામીની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી આ ચેતવણીને રદ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે હવે આ વિસ્તારમાં સુનામીનો કોઈ ખતરો નથી.