January 18, 2025

શું વિરાટની જગ્યાએ આ ખેલાડી બનશે RCBનો નવો કેપ્ટન?

RCB New Captain 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની આવનારી સિઝનને લઈને તમામ ટીમે તૈયારી કરી લીધી છે. પરંતુ તેમાંથી ઘણી ટીમ એવી પણ છે કે હજૂ ટીમના કપ્તાનનું નામ નક્કી થયું નથી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ એવી ટીમ છે કે આ ટીમના કપ્તાનનું નામ હજૂ નક્કી થયું નથી. ચર્ચાઓ એવી છે કે વિરાટને ફરીવાર ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. પરંતુ હજૂ એક ખેલાડીને લઈને ચર્ચા થઈ રહી છે કે તેને પણ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: પાટીદાર સમાજના ખેલાડી હવે શારજહામાં સિક્સર મારશે, સમાજની ટુર્નામેન્ટનું પહેલીવાર વિદેશમાં આયોજન

આ ખેલાડી પણ બની શકે છે કપ્તાન
વિરાટનું નામ આ ચર્ચામાં છે. પરંતુ તેની સાથે બીજા એક ખેલાડીનું નામ પણ ચર્ચામાં છે. . RCBએ વિરાટની સાથે આ ખેલાડીને પણ જાળવી રાખ્યો છે. આ ખેલાડી રજત પાટીદાર છે. રજત પાટીદાર ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના સારા પ્રદર્શનની સાથે તે સારો કેપ્ટન પણ છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તે RCBનો લાંબા સમય સુધીનો કેપ્ટન હતો. પરંતુ તેને સ્વેચ્છાએ કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના પછી RCBએ ફાફ ડુ પ્લેસિસને કમાન સોંપી હતી. હવે રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.