December 12, 2024

મહેસાણામાં નસબંધી કૌભાંડ, પૈસાની લાલચ આપી ઓપરેશન કરી નાંખ્યું

મહેસાણાઃ જિલ્લામાંથી નસબંધી કૌભાંડ સામે આવ્યું છે. લગ્નના એક મહિના પહેલાં જ 31 વર્ષીય અપરિણીત પુરુષની નસબંધી કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પૈસાની લાલચ આપી સંમતિ મેળવી ઓપરેશન કરાવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય કર્મચારીએ ગાંધીનગરના અડાલજમાં ઓપરેશન કરાવી દીધું હતું. નવી સેઢાવી ગામમાં રહેતા ગોવિંદ દંતાણી નામના વ્યક્તિનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. પરિવારજનોએ હોબાળો મચાવતા હવે ઓપરેશન ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે મહેસાણા આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું છે.

જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ત્યારે યુવાનને ગેરમાર્ગે દોરી ઓપરેશન કરી દીધું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સૂરજ PHCના એમએચપી શહેજાદ અજમેરી નામનો કર્મી નસબંધી માટે લઈ ગયો હોવાની વિગત સામે આવી છે.