January 7, 2025

Mohammad Kaif Birthday: ભારત માટે પ્રથમ વખત U19 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટનનો આજે જન્મદિવસ

Mohammad Kaif Birthday: મોહમ્મદ કૈફની ગણતરી ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં કરવામાં આવે છે. તેનો જન્મ 1 ડિસેમ્બર 1980ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેની ઉંમર હાલ 44 વર્ષની છે. આજે તેઓ 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેની કપ્તાની હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2000ની ટ્રોફી જીતી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCની ગાદી પર જય ‘શાહ’, આજથી સંભાળશે પદ

ભારત માટે 100 થી વધુ ODI મેચ રમી
મોહમ્મદ કૈફે વર્ષ 2000માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે તેમણે ટીમ માટે 13 ટેસ્ટ મેચમાં કુલ 624 રન બનાવ્યા હતા. 125 ODI મેચ રમીને કુલ 2753 રન બનાવવામાં સફળ રહ્યો હતો. મોહમ્મદ કૈફે વર્ષ 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયાની સાથે બીજી મેચોમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. પંજાબ કિંગ્સ અને આરસીબીની સાથે રાજસ્થાન રોયલ્સનો તેનો ભાગ હતા. તેણે 29 IPL મેચમાં કુલ 259 રન બનાવ્યા હતા.