December 5, 2024

મોંઘવારીનો માર: મહિનાના પહેલાં દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વઘારો, જાણો કિંમત

LPG Gas Cylinder: ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ 5 મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં 172 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારો 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે અને સામાન્ય એલપીજી એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા દરો આજે 1 ડિસેમ્બર, 2024થી દેશભરમાં લાગુ થઈ ગયા છે. જાણો તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત કેટલી પહોંચી છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં કેટલો વધારો થયો?

  • દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1818.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
  • મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે સિલિન્ડર દીઠ 1771 રૂપિયા થઈ ગયો છે.
  • ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1980.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
  • કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 15.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1927 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે આવી ગયો છે.

ખાસ વાત એ છે કે દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાંથી માત્ર કોલકાતામાં જ સૌથી વધુ ભાવે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સતત પાંચ મહિનાથી વધી રહ્યા છે
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઓગસ્ટથી સતત વધી રહ્યા છે અને ડિસેમ્બર સહિત સતત પાંચ મહિના થયા છે જ્યારે 19 કિલો ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

નવેમ્બર અને ઓક્ટોબરમાં એલપીજીના દરમાં કેટલો વધારો થયો?
1 નવેમ્બરથી ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 62નો વધારો કર્યો હતો, જે દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર રૂ. 1802 પર લઇ ગયો હતો. ઓક્ટોબરમાં કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 48.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.