December 26, 2024

જૂનાગઢ ગાદી વિવાદમાં કિન્નર અખાડાનું નિવેદન – મહેશગીરી સંન્યાસ છોડી રાજકારણમાં આવ્યા

જૂનાગઢઃ ગિરનારની ગોદમાં ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કિન્નર અખાડાનું નિવેદન સામે આવ્યું છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ આ મામલે નિવેદન આપ્યું છે.

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ છે કે, ‘કમંડલ કુંડ છોડીને શા માટે ભાગવું પડ્યું. મહેશગીરી બાપુ સંન્યાસ છોડી રાજકારણમાં આવ્યા. રાજકારણમાં આવ્યા ત્યારે કુર્તો પાયજામો પહેરતા હતા. મન પડે ત્યારે રાજકારણમાં અને મન પડે ત્યારે સંન્યાસી બને છે.’

તેઓ કહે છે કે, ‘રાજકારણ છોડી ભગવા પહેર્યા તો આ વખતે તમારા ગુરૂ કોણ છે તેવો કર્યો સવાલ. કિન્નર અખાડાની સ્થાપના હરીગીરી બાપુએ કરી છે તેવા સંત સામે ખોટા આક્ષેપો યોગ્ય નથી, પુરાવા આપો. અમારી પાસે મહેશગીરી વિરૂદ્ધ પટારો ભરીને પુરાવા છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર આ મામલે તપાસ કરાવે.’