બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે બર્બરતા, કોંગ્રેસે કહ્યું – ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ

Bangladesh: કોંગ્રેસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ દ્વારા સામનો કરી રહેલા અસુરક્ષાના વાતાવરણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. ઇસ્કોનના એક સંતની ધરપકડ તેનું તાજેતરનું ઉદાહરણ છે. કોંગ્રેસને આશા છે કે ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર જરૂરી પગલાં લેવા અને લઘુમતીઓના જીવન અને સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવા દબાણ કરશે.

બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે. શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓને નિર્દયતાથી કચડવામાં આવી રહ્યા છે. લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ મોટા પાયે લૂંટફાટ અને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંદુઓના વેપારી મથકો અને ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત મનપાની ઘોર બેદરકારીએ લીધો બાળકીનો ભોગ, બે બાળકીનો આબાદ બચાવ

બાંગ્લાદેશમાં ઈસ્કોનના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી હિંદુ સમુદાયમાં વધુ ગુસ્સો છે. ચિન્મય દાસની ધરપકડ પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી ચિંતિત છીએ. બાંગ્લાદેશ સરકારે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. ચિન્મય કૃષ્ણ દાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.