રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, પારો 15 ડિગ્રી નીચે જવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુરૂવારથી ઠંડીનો પારો 15 ડિગ્રી કે તેથી નીચો જવાની શક્યતા છે. હિમાલયના ઠંડા બર્ફીલા પવનની અસર થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો હજુ વધશે. આગામી અઠવાડિયા સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

  • અમદાવાદમાં 17 ડિગ્રી
  • નલીયામાં 15.4 ડિગ્રી
  • દ્વારકામાં 21.8 ડિગ્રી
  • રાજકોટમાં 16.4 ડિગ્રી
  • પોરબંદરમાં 22 ડિગ્રી
  • વેરાવળમાં 21 ડિગ્રી
  • સુરતમાં 20 ડિગ્રી
  • ડિસામાં 18 ડિગ્રી