IPL 2025: કોણ બનશે RCBનો નવો કેપ્ટન?
IPL 2025 માટે મેગા હરાજી પુર્ણ થઈ ગઈ છે. હવે આગામી સિઝન માટે ટીમો તૈયાર છે. IPL ફ્રેન્ચાઈઝીઓની સાથે ક્રિકેટ ચાહકો આ દિવસની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. હવે આખરે આ રાહનો અંત આવ્યો છે. હવે મોટો સવાલ એ છે કે આરસીબીનો કેપ્ટન કોણ હશે. આ 3 ખેલાડીઓ એવા છે કે જે દાવેદાર છે અને તે કપ્તાન બની શકે છે.
વિરાટ કોહલી
આરસીબીના નવા કપ્તાનની વાત કરીએ તો પહેલું નામ વિરાટ કોહલીનું આવે છે. RCBએ 21 કરોડ રૂપિયામાં તેને જાળવી રાખ્યો છે. જો વિરાટની ઈચ્છા હશે તો તે ટીમની કમાન સંભાળી શકશે. આ વિશે ટીમ મેનેજમેન્ટ પાસે ઘણો સમય છે.
ફિલ સોલ્ટ
વિરાટ કોહલી સિવાય ટીમ પાસે ફિલ સોલ્ટનો ઓપ્શન છે. ફિલ સોલ્ટને 11 કરોડ રૂપિયામાં RCBએ તેને ખરીદ્યો છે. છે. ફિલ સોલ્ટ પણ RCBની કેપ્ટનશીપનો દાવેદાર ગણવામાં આવી રહ્યો છે. બે T20 ઈન્ટરનેશનલ મેચમાં તેણે કપ્તાની કરી છે.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને મળી ગયો નવો બોલિંગ પાર્ટનર
લિયેમ લિવિંગ્સ્ટન
આ સિવાય RCBની કેપ્ટનશીપ માટે લિયેમ લિવિંગ્સ્ટન પણ દાવેદાર છે. 8.75 કરોડ રુપિયામાં તેને RCBએ ખરીદ્યો હતો. લિવિંગસ્ટને ત્રણ વન-ડે મેચમાં કેપ્ટનશિપ કરી છે. જેમાં એક મેચમાં જીત મળી છે. આ ત્રણ ખેલાડીઓ ટીમની કમાન સંભાળી શકે છે તેવું જોવા મળી રહ્યું છે.