December 26, 2024

IND vs AUS: ટીમ ઈન્ડિયાની જીતના હીરો છે આ ખેલાડીઓ

IND vs AUS: ટીમ ઈન્ડિયાએ પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. આ મેચ દરમિયાન આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જાણો કયા ખેલાડીઓએ ભારતની જીતમાં સૌથી મહત્વનું યોગદાન રહ્યું હતું.

વિરાટ કોહલી
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા વિરાટ કોહલીના ફોર્મને લઈને સતત સવાલો થઈ રહ્યા હતા. પરંતુ તેણે સદી ફટકારી હતી અને બધાની બોલતી બંધ કરી દીધી હતી. કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારતા અણનમ 100 રન બનાવ્યા હતા.

યશસ્વી જાયસ્વાલ
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત રમી રહેલો જયસ્વાલ પ્રથમ ઈનિંગમાં તો શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. બીજી ઈનિંગમાં યશસ્વી જાયસ્વાલે વાપસી કરી હતી.

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહએ પ્રથમ ટેસ્ટમાં ટીમની કપ્તાની કરી હતી જેમાં ટીમ ઈન્ડિયા 150 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન બુમરાહની કપ્તાની સારી જોવા મળી હતી. મેચમાં 3 વિકેટ પણ બુમરાહે લીધી હતી.

આ પણ વાંચો: IND v AUS: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે આપી હાર

કેએલ રાહુલ
પર્થ ટેસ્ટમાં કેએલ રાહુલનું પ્રદર્શન સારું જોવા મળ્યું હતું. રાહુલે બીજી ઈનિંગમાં 77 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં રાહુલ યશસ્વી સાથે મોટી ભાગીદારી જોવા મળી હતી.