ધરમપુરના બીલપુડી ગામે મહાસિદ્ધિ એનજીઓનો પર્દાફાશ, પોલીસ એક્શનમાં
વલસાડઃ ધરમપુરના બીલપુડી ગામે મહાસિદ્ધિ એનજીઓ મામલે ન્યૂઝ કેપિટલે પર્દાફાશ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ધરમપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બીલપુડી ગામે પહોંચીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે બીલપુડી ગામે સ્થાનિકો સાથે મહાસિદ્ધિ NGOને લઈ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના નિવેદનો લેવા સહિતની કામગીરી પોલીસે હાથ ધરી છે. ધરમપુરમાં લેટર ઉપર આપેલા એડ્રેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીલપુડી ગામના આગેવાનો સાથે વાતચીત કરી ધરમપુર પોલીસે તમામ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સહાયના નામે આદિવાસીઓને છેતરવાનું મહાકૌભાંડ સામે આવ્યું છે. વોટ્સએપમાં ડૉક્યુમેન્ટ મોકલો, સહાય મેળવો! મકાન રિનોવેશન, નવું મકાન, ગૌશાળાની સહાય વગેરેના નામે મહાસિદ્ધિ NGO ચેરીટેબલ ટ્રસ્ટના નામે પત્ર વાયરલ થયો છે.
વોટ્સએપ મેસેજમાં ‘મહાસિદ્ધિ’નું ભૂતિયા સરનામું પણ આપવામાં આવ્યું છે. NewsCapitalની તપાસમાં મહાસિદ્ધીના પાપનો પર્દાફાશ થયો છે. બીલપૂડી ગામમાં ના તો આવું કોઈ ટ્રસ્ટ છે કે, ના 4 માળની બિલ્ડિંગ. ત્યારે આ સમગ્ર મામલે બીલપૂડી ગામના લોકોએ કરી તપાસની માગ કરી છે.