December 26, 2024

Wayanad By Election Result 2024: પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠકથી આગળ

Priyanka Gandhi: કેરળમાં વાયનાડ લોકસભા સીટ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન થયું હતું. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. જે સીટના આજે પરિણામ જાહેર થશે. હાલમાં જે સવારના 10 વાગ્યાના પરિણામ આવ્યા તે પ્રમાણે આ સીટ પરથી પ્રિયંકા ગાંધી આગળ જોવા મળી રહ્યા છે. બીજા સ્થાન પર કોમ્યુનિસ્ટ પાર્ટી છે અને ત્રીજા સ્થાન પર ભાજપ છે.

આ પણ વાંચો: ભાજપને જીતનો છે પૂરો ભરોસો, BJP મુખ્યાલયમાં મૂકાયા જલેબીના બકડીયા

આટલા મતથી પ્રિયંકા ગાંધી વાયનાડથી આગળ
10 વાગ્યાએ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં પ્રિયંકા ગાંધી વાયનાડથી 48239 મતોથી આગળ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સતત બીજી વખત આ સીટ પરથી જીત્યા હતા. આ વખતે વાયનાડમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. પહેલી વખત પ્રિયંકા ચૂંટણી મેદાનમાં છે. વર્ષ 2019માં અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદ પહોંચ્યા હતા.