December 23, 2024

મોરબીમાં જેલમાં કેદીઓને મોજ, કાચા કામના કેદીએ જેલમાંથી કર્યું લાઈવ

Morbi Sub-Jail: મોરબીમાં જેલની અંદરનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઈન્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યો છે. બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી લાઈવ કર્યું હતું. કેદીએ જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડી માંથી લાઈવ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: શિયાળામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ છે સૌથી બેસ્ટ પ્લેસ, કાયમી મેમરીઝ બની જશે

સબ જેલમાં ધકેલવામાં આવ્યો
જેલમાં બંધ બાબુ કનારા નામના આરોપીએ લાઈવ કર્યું હતું. આરોપી વિરૂદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદરાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ,પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. છેલ્લા છ માસથી જેલ બદલી થઈ મોરબી સબ જેલમાં ધકેલવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. આજે ફરી ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ કરતા હોય તેવો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.