BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત
BSNL: સરકારી ટેલિકોમ કંપની પોતાના અલગ અલગ સસ્તા પ્લાનની યાદી બહાર પાડી રહ્યું છે. પોતાના સસ્તા પ્લાનના કારણે તેને લાખોની સંખ્યામાં નવા વપરાશકર્તાઓને ઉમેર્યા છે. ખાનગી ટેલિકોમ કંપનીઓના પ્લાનમાં વધારો થતાની સાથે મોટા ભાગના વપરાશકર્તાઓ BSNL તરફ વળ્યા છે. BSNL હાલ ચર્ચામાં છે. ફરી એકવાર BSNL નવો પ્લાન લઈને આવ્યું છે.
લાંબી વેલિડિટીવાળા ઘણા પ્લાન
BSNLના વાર્ષિક પ્લાન માટે ઘણા ઓપ્શન છે. જેમાં 300 દિવસ, 365 દિવસ, 395 દિવસ અને 336 દિવસ સુધીના પ્લાન મળી રહેશે. જો તમે રિચાર્જ પર ઓછા પૈસા ખર્ચવા માંગો છો તો તમારા માટે સૌથી બેસ્ટ પ્લાન 336 દિવસનો હશે. જેમાં તમને ફ્રી કોલિંગની સાથે અન્ય બીજા ઘણા લાભ મળી રહેશે. BSNLના 336 દિવસના રિચાર્જ પ્લાન માટે તમારે 1499 રૂપિયા ખર્ચવાના રહેશે.
આ પણ વાંચો: ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલ તોડશે સૌથી મોટો રેકોર્ડ
અમર્યાદિત મફત કૉલિંગ સુવિધા
336 દિવસના રિચાર્જ પ્લાન માટે તમારે 1499 રૂપિયા ખર્ચવાના રહેશે. તેમાં તમને કોલિંગ સુવિધા મળી રહેશે. જેમાં રોજના 100 ફ્રી SMS મળી રહેશે. 336 દિવસ માટે કુલ 24GB ડેટા મળે છે. જેમાં તમે મહિને 2GB ડેટાને ઉપયોગમાં લઈ શકો છો. જો તમારે નેટની જગ્યાએ કોલિંગની વધારે જરૂર છે. તો આ પ્લાન પણ તમારા માટે બેસ્ટ છે. 1999 રૂપિયાના પ્લાનમાં તમને 600GB ડેટા મળે છે. રોજ તમને 1.5GB ડેટા મળે છે.