November 24, 2024

ફટાકડાનું ઓનલાઈન વેચાણ તાત્કાલિક બંધ કરવા સૂચના, Delhiમાં ખતરનાક વાયુ પ્રદુષણ

Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્થિતિમાં છે. દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ગુરુવારે સવારે અહીં હવા ગુણવત્તા સૂચકાંક 384 રહ્યો હતો. દિલ્હીના બવાના, અશોક વિહાર, આનંદ વિહાર, અલીપોર, નેહરુ નગર, દ્વારકા, જહાંગીરપુરી, મુંડકા, નરેલા, શાદીપુર અને પંજાબી બાગમાં AQI 400 થી ઉપર નોંધાયો હતો. ખરાબ હવાના કારણે દિલ્હીમાં શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. સરકારી કર્મચારીઓને ઘરેથી કામ આપવામાં આવ્યું છે. દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કૃત્રિમ વરસાદ કરવા પર વિચાર કરી રહી છે.

દિલ્હી-એનસીઆરમાં હવા અત્યંત ઝેરી છે. અહીંના લોકો ખતરનાક વાયુ પ્રદૂષણના હુમલાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીંની હવા પ્રદૂષિત છે. દિલ્હી સરકાર તેના સુધારા માટે ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ગ્રેપ-1 પ્રથમ રાજધાનીમાં લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સતત ખરાબ હવાની ગુણવત્તાને કારણે, દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી હવાની ગુણવત્તા સૂચકાંકમાં થોડો સુધારો નોંધાયો છે. જોકે, દિલ્હીનો AQI હજુ પણ ખતરનાક શ્રેણીમાં છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કરોડોના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે, દિલ્હી પોલીસે ઈ-કોમર્સ વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણને તાત્કાલિક બંધ કરવા નિર્દેશ આપ્યો છે. પોલીસે દિલ્હીના ગ્રાહકોને ફટાકડા વેચવાની મનાઈ ફરમાવી છે.