વડોદરામાં સતત બીજા દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ, પથ્થરમારો કરી કાચની બોટલો ફેંકી
વડોદરાઃ શહેરમાં સતત બીજા દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી જોગી વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા તત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો છે. કેટલાક અજાણ્યા તત્વોએ કાચની બોટલ અને પથ્થર ફેંક્યા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટિમ ઘટનાસ્થળે પહોંચી છે.
અહીં સ્થિત વણસે તે અગાઉ જ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. અવારનવાર કેટલાક તત્વો કાચની બોટલ ફેંકતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. નજીકમાં જ અન્ય કોમના લોકો પણ રહે છે. લઘુમતી કોમના લોકો પર આશંકા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ મામલે જણાવ્યુ છે કે, ‘શહેરની શાંતિને ડડોળવાનો પ્રયાસ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તાર મચ્છીપીઠમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. SRP, SOG, DCP સહિત સ્થાનિક પોલીસે કોમ્બિંગ કામગીરીમાં જોડાઈ હતી. કોમ્બિંગ દરમિયાન છરી, ધારધાર હથિયાર સાથે કેટલાક શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હથિયાર સાથે પકડાયેલા શખ્સ સામે ગુજરાત પોલીસ એક્ટ 951 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાને પોલીસ બંદોબસ્ત આપી આ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.’