November 19, 2024

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં આવશે ભારત

Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. યુક્રેન સામે યુદ્ધ જ્યારથી શરૂ થયું છે ત્યાર પછીથી પુતિન અત્યાર સુધી માત્ર મંગોલિયા અને ઉત્તર કોરિયાની મુલાકાતે જ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ જો ભારત આવશે તો આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ, મેળાવડા પર બે મહિના માટે પ્રતિબંધ લાદી દીધો

ભારતની મુલાકાતે આવ્યા
વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી મુલાકાત છે. પુતિન છેલ્લે 6 ડિસેમ્બર, 2021ના ભારતની મુલાકાત લેવા આવ્યા હતા. આજના દિવસે પુતિને નવી પરમાણુ નીતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફેરફારમાં રશિયાએ પરંપરાગત મિસાઈલ હુમલાની સાથે સાથે ડ્રોન કે અન્ય એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવેલા હુમલાને પણ સામેલ કરાયા છે. જો અમેરિકન હથિયારોનો ઉપયોગ રશિયા સામે થશે તો રશિયા તેના માટે સમગ્ર નાટો ગઠબંધનને જવાબદાર ગણશે.