November 19, 2024

આ એપ્સને ભારતમાં યુઝર્સ દ્વારા કરાઈ ખાસ પસંદ, જોઈ લો સંપૂર્ણ યાદી

Google Play Store Best of 2024: ગૂગલ પ્લે સ્ટોરે 2024માં ભારતમાં બેસ્ટ એપ્સની યાદી બહાર પાડી છે. દર વર્ષની જેમ આ વર્ષના પણ વિવિધ કેટેગરીમાં બેસ્ટ એપ્સ માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. Google Play Store પ્રભાવશાળી એપ્લિકેશન્સ અને રમતોની યાદી બહાર પાડી છે.

ઘણી સિરીઝોમાં પુરસ્કારો પ્રાપ્ત થયા
બ્લોગ પોસ્ટમાં લિસ્ટ જાહેર કરતાની સાથે લખ્યું કે આ વર્ષે યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણી નવીન એપ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં આ એપ્સમાં ફેશન હેલ્થ, સ્ટાઇલ, એક્સપેન્સ ટ્રેકિંગ અને ન્યૂઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોર પર બેસ્ટ એપ્સનો એવોર્ડ જીતનાર 7માંથી 5 એપ્સ ભારતીય કંપનીઓ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આવો જાણીએ કઈ એપ્સને એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BSNLનો આ છે સૌથી સસ્તો પ્લાન, 160 દિવસ સુધી રિચાર્જ નહીં કરાવવું પડે

ભારતમાં શ્રેષ્ઠ Google Play 2024 એપ્લિકેશન્સ

  • વ્યક્તિગત વૃદ્ધિ માટે શ્રેષ્ઠ – AI સાથે હેડલાઇન દૈનિક સમાચાર
  • શ્રેષ્ઠ રોજિંદા આવશ્યક – ફોલ્ડ એક્સપેન્સ ટ્રેકર
  • બેસ્ટ હિડન જેમ – રાઇઝ હેબિટ લિસ્ટ (થિંકિલપ્રો)
  • શ્રેષ્ઠ મલ્ટી ડિવાઇસ એપ – વોટ્સએપ મેસેન્જર
  • શ્રેષ્ઠ ઘડિયાળો – બેબી ડેબુક ન્યુબોર્ન ટ્રેકર
  • બેસ્ટ ઓફ લાર્જ સ્ક્રીન – સોની LIV સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ
  • ભારતમાં શ્રેષ્ઠ Google Play 2024 ગેમ્સ
  • 2024ની શ્રેષ્ઠ રમતો અને શ્રેષ્ઠ મલ્ટિપ્લેયર – સ્ક્વોડ બસ્ટર્સ
  • શ્રેષ્ઠ મલ્ટી ડિવાઇસ ગેમ – ક્લેશ ઓફ ક્લાન્સ
  • બેસ્ટ પિક અપ એન્ડ પ્લે – બુલેટ ઇકો ઇન્ડિયા
  • ઇન્ડી આધારિત – બ્લૂમએ પઝલ એડવેન્ચર
  • બેસ્ટ મેડ ઈન ઈન્ડિયા – ઈન્ડસ બેટલ રોયલ મોબાઈલ
  • પ્લે પાસ પર શ્રેષ્ઠ – ઝોમ્બી સ્નાઈપર વોર 3- ફાયર FPS