January 3, 2025

Ahmedabad : ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ દોડતી થઈ, જાણો ખાસિયત !

AHMEDABAD - NEWSCAPITAL

અમદાવાદમાં ત્રણ દાયકા બાદ ફરીથી ડબલ ડેકર બસ આજથી દોડતી થઈ છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શહેરમાં AMTSનું વર્ષ 2024-25નું રૂ.641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન થયું છે. સાથે જ વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર AC બસ દોડાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. અંદાજે 6 કરોડના ખર્ચે શહેરમાં આજથી 7 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવી છે. શહેરના મેયર દ્રારા ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વાસણાથી ચાંદખેડા સુધી પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવી હતી.

CCTV અને ફાયર સેફટીથી સજ્જ

ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસમાં ડ્રાઈવર સહિત 63 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો આ ડબલ ડેકર બસ CCTV અને ફાયર સેફટીથી સુસજ્જ છે. મુસાફરોની સહુલિયત માટે બસમાં વાતાનુકૂલિત સહિત મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. બસને એકવારમાં ચાર્જ થતાં દોઢ કલાકનો સમય લાગશે, જેની રેન્જ 200 કિમિની હશે.

આ પણ વાંચો : છેલ્લા 25 વર્ષથી આ રીતે RTIના નામે તોડ કરતો હતો મહેન્દ્ર પટેલ !

પાંચ કરોડના ખર્ચે છ ડબલ ડેકર બસ 

અગાઉ 90 ના દાયકામાં અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી. આ ડબલ ડેકર બસ શહેરના લાલ દરવાજા, પાલડી, આશ્રમ રોડ, કોટ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં દોડતી હતી. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે પાંચ કરોડના ખર્ચે છ ડબલ ડેકર ઈલેક્ટ્રિક વાતાનુકૂલિત બસ ખરીદવાનું નક્કી કર્યું હતું. આજે આ બસ શહેરના રસ્તાઓ પર દોડતી થઈ ગઈ છે. અગાઉ 90 ના દાયકામાં ડબલડેકર બસ એએમટીએસની બસોમાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે AMCએ ટેન્ડર પણ બહાર પાડ્યા હતા.