છેલ્લા 25 વર્ષથી આ રીતે RTIના નામે તોડ કરતો હતો મહેન્દ્ર પટેલ !
મૂળ ગાંધીનગરનો રહેવાસી અને RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતની શાળાઓના સંચાલકોને ટાર્ગેટ કરીને તોડ કરતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી આરટીઆઇના નામે વિવિધ શાળાઓના સંચાલકો પાસેથી આ શખ્સે હજારો કરોડોના તોડ કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ, મહેન્દ્ર પટેલ શાળાઓના નિયમોથી સારી રીતે વાકેફ હોવાનો ફાયદો ઉઠાવીને શાળા સંચાલકોને ડરાવી ધમકાવીને મોટા તોડ કરતો હતો.
RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતની ચાર અને ભાવનગરની એક મળી કુલ પાંચ શાળા સંચાલકોએ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ આરોપી મહેન્દ્ર પટેલે નીચે મુજબની શાળાઓ પાસેથી ધાક ધમકી આપીને પૈસા પડાવ્યા હતા.
- સુરતની જય અંબે વિદ્યાભવન શાળાના સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવ્યા ( ફરિયાદી- સ્કૂલ ટ્રસ્ટી પ્રવિણ ગજેરા),
- સુરતની કેપિટલ મોડર્ન સ્કૂલ સંચાલક પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા (ફરિયાદી-બાબુલાલ જીવરાજભાઇ ફેજલિંયા),
- સુરતની ક્રીપ્ટન સ્કુલ અને સુરત પ્બલિક સ્કુલ પાસેથી 39 રૂપિયા પડાવ્યા (ફરિયાદી શાળાના ટ્રસ્ટી અરૂણ ભાઇ પ્રરશોત્તમ અકબરી),
- સુરતની પ્રમુુખ વિદ્યાલય શાળાના સંચાલક પાસેથી 8 લાખ રૂપિયા પડાવ્યા (ફરિયાદી શાળાના ટ્રસ્ટી મહેન્દ્ર રાજેશભાઇ શાહ),
- ભાવનગરની જ્ઞાન ગંગા શાળાના સંચાલક પાસેથી રૂ. 27.50 લાખ પડાવ્યા (ફરિયાદી સ્કૂલ સંચાલક ભોળાભાઇ પરુપતો ચૌહાણ) હતા.
આ પણ વાંચો : ગુજરાતની અર્થવ્યવસ્થા વર્ષ 2047 પહેલા 3.5 ટ્રિલિયન ડોલરની હશે
મહેન્દ્ર પટેલ મૂળ ગાંધીનગરનો રહેવાસી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી મહેન્દ્ર પટેલની ઓફિસમાંથી મોટા પ્રમાણમાં RTI કરેલા દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપી મહેન્દ્ર પટેલ શાળાના નિયમોથી વાકેફ હતો. જેનો ઉપયોગ કરી તે સ્કૂલ સંચાલકોને નિયમો બતાવીને ધમકાવીને પૈસા પડાવતો હતો. વધુમાં તે નવી શાળા શરૂ કરવાના નામે પણ પૈસા પડાવતો હતો. સમગ્ર મામલે CID ક્રાઇમે આરોપી મહેન્દ્ર પટેલે હજુ પણ કોઈપણ શાળા સંચાલક પાસેથી પૈસા પડાવ્યા હોય તેની ફરિયાદ નોંધવા અપીલ કરી છે.