‘સરકાર આ ઘટના માટે જવાબદાર લોકોને છોડશે નહીં’, ખ્યાતિ હોસ્પિટલ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન
Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટના વિવાદ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હોસ્પિટલમાં જે ઘટના બની તે દુઃખદ છે. તેમજ જાણી જોઈને કરેલ ઘટના છે. આ મામલે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. તેમજ તમામ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરવામાં આવશે.
સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટના વિવાદ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હોસ્પિટલમાં જે ઘટના બની તે દુઃખદ છે. તેમજ જાણી જોઈને કરેલ ઘટના છે. આ મામલે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. તેમજ તમામ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરવામાં આવશે. તેમજ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ તમામ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું છે કે, ખોટી રીતે ઓપરેશનનું કહીને pmjay કાર્ડના રૂપિયા હાંસલ કરવાનું કાવતરું હશે તો સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ સિવાય સરકારે તપાસ કમિટીની રચના કરી છે. દરેક સભ્યોના નિવેદન લેવામાં આવશે.
આ પણ વાંચો: કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ પડશે ભારે, કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે – ગુલાબ સિંહ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા અને જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.