December 22, 2024

ગોંડલમાં પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરાયું

Tulsi Vivah 2024: રાજકોટમાં આવેલા ગોંડલમાં પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. જાડેજા પરિવાર દ્વારા ભગવાન ઠાકોરજીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.

તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન
ગોંડલમાં પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. MLA ગીતાબા જાડેજા, પૂર્વ MLA જયરાજસિહ જાડેજા તથા ગણેશ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે તુલસી માતાના માવતર MALના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના પત્ની બન્યા હતા. તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

લોકડાયરાનું ભવ્ય આયોજન
MLA ગીતાબા જાડેજા, પૂર્વ MLA જયરાજસિહ જાડેજા તથા ગણેશ જાડેજા દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસી માતાના માવતર MALના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના પત્ની બન્યા હતા. મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓની સાથે સંત અને મહેમાનોએ હાજરી આપી હતી. રાત્રે કોલેજ ચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.