December 26, 2024

IND vs SA 3જી T20 મેચમાં વરસાદ પડશે?

India vs South Africa 3rd: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ 13 નવેમ્બરે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં મેચ રમાશે. ટોસ રાત્રે 8 વાગ્યે કરવામાં આવશે. બંને ટીમો ત્રીજી T20 મેચ સિરીઝમાં લીડ મેળવવા પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ કે આ મેચ દરમિયાન વરસાદની શક્યતાઓ છે કે નહીં.

જાણો કેવું રહેશે હવામાન
એક રિપોર્ટ પ્રમાણે 13 નવેમ્બરે સાંજે વરસાદની સંભાવના 8 ટકા રહેવાની સંભાવનાઓ છે. આજના દિવસે વરસાદની કોઈ સંભાવનાઓ જોવા મળી રહી નથી. આવી સ્થિતિમાં મેચમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. . ચાહકો આ મેચને આરામથી માણી શકે છે.

ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાણી છે. જેમાંથી ભારતે 16માં જીત મેળવી છે. આફ્રિકન ટીમની 12માં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે. ભારતીય ટીમે વર્ષ 2018માં સેન્ચુરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં આફ્રિકાએ 6 વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

T20 શ્રેણી માટે બંને ટીમોની ટીમઃ

ભારતીય ટીમઃ તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અવેશ ખાન, જીતેશ શર્મા, વિજયકુમાર વિષાક, રમણદીપ સિંહ. યશ દયાલ.

દક્ષિણ આફ્રિકાની ટીમઃ ડેવિડ મિલર, પેટ્રિક ક્રુગર, માર્કો જેન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, એઇડન માર્કરામ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નાકાબાયોમઝી પીટર, મિહાલી મ્પોન્ગવાના, ડોનો ફેરન, ઓ. બાર્ટમેન, રીઝા હેન્ડ્રીક્સ