November 24, 2024

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, જાણ કર્યા વગર 19 લોકોની કરી એન્જિયોગ્રાફી; 2 લોકોના મોત

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામે 10 નવેમ્બર ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે બાદ 80 થી 90 જેટલા લોકોની ફ્રી સારવાર કરવામાં આવી હતી. જોકે, ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. જેમા ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. પરંતુ કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલમાં બે વ્યક્તિના મોત થતા ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખ્યાતિ હોસ્પિટલ આ લોકોના મોત માટે જવાબદાર છે. આ સિવાય તેમણે જણાવ્યું કે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલ છે. જોકે, બે દર્દીના મોત બાદ સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.

મૃતકના નામ

નાગર ભાઈ મોતીભાઈ સેનમા
મહેશ બારોટ – બોરીસના

આ 19 લોકોની કરવામાં આવી એન્જિયોગ્રાફી

કાંતાબેન શંભુભાઈ પ્રજાપતિ- 60 વર્ષ
બચુભાઈ ગોવાજી બારોટ – 77 વર્ષ
દશરથભાઈ પટેલ – 64 વર્ષ
રમેશભાઈ પ્રાણભાઈ પટેલ – 66 વર્ષ
દિનેશભાઈ સરજુભાઈ સાધુ – 53 વર્ષ
કાંતિભાઈ બબલદાસ પટેલ – 76 વર્ષ
જવાનજી સોમાજી ઠાકોર – 78 વર્ષ
નાગર ભાઈ મોતીભાઈ સેનમ વર્ષ 59 વર્ષ ( મૃતક )
મહેશભાઈ ગિરધરભાઈ બારોટ 45 વર્ષ ( મૃતક )
 રણછોડભાઈ પ્રજાપતિ – 80 વર્ષ
 કોકિલાબેન પટેલ – 60 વર્ષ
 રમેશભાઈ બટુભાઈ ચૌધરી- 41 વર્ષ
 આનંદીબેન બબલદાસ પટેલ  – 70 વર્ષ
 ભરતકુમાર ગણેશભાઈ પ્રજાપતિ – 45 વર્ષ
 શશીબેન અમૃતભાઈ પ્રજાપતિ
 પોપટભાઈ રામાભાઈ રાવલ – 52 વર્ષ
 રમીલાબેન પટેલ – 55 વર્ષ
 જ્યોત્સનાબેન પટેલ – 70 વર્ષ
 અંબાબેન નારણભાઈ પટેલ – 75 વર્ષ

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા