December 23, 2024

અમરેલીમાં આજથી મગફળીના ટેકાના ભાવની ખરીદીનો થયો પ્રાંરભ

Amreli: આજથી મગફળીના ટેકાના ભાવની ખરીદીનો પ્રાંરભ થયો છે. અમરેલીના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. આ સમયે દિલીપ સંઘાણી અને સાંસદ પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. તેમની સાથે ઉપદંડક કૌશિક વેકરિયા અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ખેડુતોની ભાવની સમસ્યા છે
રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અમરેલીના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી સમયે હાજર રહ્યા હતા. મગફળીની ખરીદી કરીને વહેંચવી નહી. તેનું તેલ કાઢો અને પછી વેચો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ સહકારી મંડળીઓ ભેગી થઈને મગફળીની ખરીદી કરીને આ માલ કોઈને નો આપો એવું જો કઈ કરી શકાય તે અંગે વિચાર કરો
રૂપાલાએ કહ્યું કે નો થાય તો ટ્રાયલ કરી જુઓ તેની માટે પ્રયાસ કરવો જરૂરી છે. જો આવું કરશો તો આપણા ખેડૂતોની જે ભાવની સમસ્યા છે તે દૂર થશે.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

ખેડૂતોને છે ભાવની સમસ્યા
મહા મહેનત કરીને ખેડૂતો મગફળી ઘરે લાવે છે. છેવટે ખેડૂતોને ટેકાનો ભાવ મળતો નથી. કેટલી વખત ખેડૂતોએ સરકારને રજૂઆત કરી છે. પરંતુ એમ છતાં આ વાતનું કોઈ નિવારણ આવ્યું નથી. થોડા જ દિવસ પહેલા વરસાદના કારણે ખેડૂતો તૈયાર માલ બગડી ગયો હતો. જેના કારણે ખેડૂતોને તો એક બાજૂ ભાવ નથી મળતા તો બીજી બાજૂ સારો પાક હોય તો પાકના ભાવ મળી રહ્યા નથી.