November 25, 2024

સુંદરપરા ટોલનાકા પર 100થી વધુ લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીરસોમનાથ જીલ્લાના સુંદરપરા ટોલનાકા પર 100થી વધુ લોકો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

સુદરપરા ટોલનાકુ શરુ થઈ ગયું
ગીરસોમનાથ જીલ્લામા સુંદરપરા ટોલનાકાનો ખૂબજ વિરોધ થયો હોવા છતાં પણ થોડા દિવસ પહેલા જ વિધીવત રીતે આ ટોલનાકુ શરું થઈ ચુક્યુ છે. તેની સાથે ટોલ ઉઘરાવવાનું પણ શરું કરી દીધેલ છે. સરકારના મંત્રી નિતીન ગડકરીના 60 કિમીની અંદર એક જ ટોલનાકુ હોવુ જોઇએ. તે નિયમનું શું થયું અને એક થી વધુ ટોલનાકા હશે. તો તે બંધ કરવામા આવશે. તે વાતો તો હવામાં જ રહી ગઈ અને આ સુદરપરા ટોલનાકુ શરુ થઈ ગયું છે.

પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો
આજરોજ દલીત અધિકાર મંચ તથા ટેક્સી એશોશીએશનના 100 થી વધુ લોકો એ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટોલનાકા પર કબ્જો જમાવ્યો હતો અને ધરણા પર બેસ્યા હતા. ટોલનાકાના મેનેજર અને અધીકારીઓ પણ ટોલનાકા પર જોવા મળ્યા હતા. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સૂત્રાપાડા પીઆઇ સહીત પોલીસનો કાફલો પણ ટોલનાકા પર ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

લોકોએ કરી માંગ
વિરોધ પ્રદર્શન કરનાર લોકોની માંગ છે કે હજુ સુધી નેશનલ હાઇવેના કામો અધુરા છે અને ટોલનાકુ શરુ કરી દેવાયુ અને 23 કિમીની અંદર જ બીજુ ટોલનાકુ જે નિયમ વિરુદ્ધ છે. તે હવે બંધ કરી દેવું જોઈએ .ટેક્સી એસોસિએશનના મતે તેઓને રાહતભાવૈ પાસ કાઢી આપવામા આવે તેવી માંગ સાથે ધરણા કરાયા હતા. ટોલનાકાના મેનેજરના જણાવેલ મુજબ અમારે સરકારના નિયમ મુજબ ટોલનાકાના ભાવો ઉઘરાવવાના હોય છે. જયાં સુધી રોડ રસ્તાના કામ અધૂરા છે ત્યાં સુધી ભાવ અલગ અને પુરા થઈ જશે પછી એકસરખા ભાવ થઈ જશે. અમે માત્ર ટોલનાકાના સંચાલન તરીકે કામ કરીએ છીએ રોડ રસ્તાની અમારી કોઇ જવાબદારી રહેતી નથી .