December 27, 2024

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની મેચના સમયમાં ફેરફાર, હવે કયા સમયે રમાશે મેચ?

Asian Womens Hockey Champions Trophy: એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ 2024નું આયોજન બિહારમાં થઈ રહ્યું છે. પહેલી વખત બની રહ્યું છે કે બિહારના રાજગીરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હોકી સ્પર્ધા રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન કાલથી લઈને 20મી નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. આ પહેલા આ ટુર્નામેન્ટના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા દિવસે 3 મેચ રમાશે.

ભારત અને થાઈલેન્ડની ટીમ
સોમવારે બપોરે 12 વાગ્યે પહેલી મેચ રમાશે. જેમાં જાપાન અને થાઈલેન્ડ વચ્ચે પહેલો મુકાબલો થશે. ચીન અને મલેશિયા વચ્ચેની મેચ બપોરે 2.30 વાગ્યાથી રમાવાની છે. આ પછી સાંજે 4.45 વાગ્યે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાશે. 13 તારીખે કોઈ પણ મેચ રમાશે નહીં. 14 તારીખે મલેશિયા અને દક્ષિણ કોરિયાની ટીમ આમને સામને આવશે. જાપાન અને ચીન વચ્ચેની મેચ 2.30 વાગ્યે થશે તો ટીમ ભારત અને થાઈલેન્ડની ટીમ સાંજે 4.45 કલાકે આમને સામને આવશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ફાઈનલ મેચ આ દિવસે
15 નવેમ્બરના દિવસે ફરી આરામ આપવામાં આવ્યો છે. 16 તારીખે ફરી મેચ રમાશે જેમાં જાપાન અને મલેશિયાની ટીમ આમને સામને આવશે. બીજી મેચ તે જ દિવસે રમાવાની છે. જેમાં કોરિયા અને થાઈલેન્ડની ટીમો ટકરાશે. ત્રીજી મેચમાં ભારત અને ચીનનો આમનો સામનો થશે. 17 નવેમ્બરના દિવસે ચીન અને દક્ષિણ કોરિયા , મલેશિયા અને થાઈલેન્ડ, ભારત અને જાપાન વચ્ચે મેચ રમાશે. 18 તારીખે ફરી આરામનો દિવસ રાખવામાં આવ્યો છે. આ પછી 19 તારીખે સેમિફાઇનલ મેચનું આયોજન થશે. જેમાં બપોરના 2.15 વાગ્યાથી આ મેચનું ઓયોજન કરવામાં આવ્યું છે. બીજી સેમફાઈનલ મેચ તે જ દિવસે રમાશે. બીજી સેમિફાઇનલ 4.45થી રમાશે. જ્યારે ફાઈનલ 20 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ ભારતીય ટાઈમ પ્રમાણે સાંજે 4.45 કલાકે શરૂ થશે.