November 14, 2024

સંજુ સેમસન પાસે બીજી ટી20 મેચમાં ફરી સારા પ્રદર્શનની તક

Sanju Samson Career: ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયામાં તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચમાં તે બેટિંગ કરવામાં સફળ રહ્યો હતો.

સદી ફટકારનાર પ્રથમ ભારતીય
કારકિર્દીની શરૂઆતમાં સંજુ ટીમની અંદર અને બહાર હતો અને તેને વધુ તકો પણ મળી. ટી20 વર્લ્ડ કપ 2024 જીતનારી ભારતીય ટીમનો પણ તે ભાગ રહી ચૂક્યો છે. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની સિરીઝમાં તેનું નસીબ બદલાયું હતું. તે સતત બે T20I મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ 10 નવેમ્બરના રમાવાની છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

T20 ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવ્યા છે
સંજુ સેમસને વર્ષ 2015માં ભારતીય ટીમ માટે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. 34 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 701 રન બનાવ્યા છે. જેમાં તેણે 2 સદી ફટકારી હતી અને 2 અડધી સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં એકંદરે નજર કરીએ તો સંજુના નામે 7048 રન છે. સજુ પાસે બીજી ટી20 મેચમાં કરિશ્મા પ્રદર્શન કરવાની તક છે. બીજી ટી20માં સારો દેખાવ કરવાની જવાબદારી આ બેટ્સમેનો પર રહેશે.