December 28, 2024

દિવસભર તણાવ રહેવાથી નિંદર નથી આવતી તો આ ટિપ્સ અનુસરો

Stress: વધુ પડતો સ્ટ્રેસ લેવાના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને નિંદર પર અસર પડે છે. નિંદર પર અસર પડવાના કારણે બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઊંઘની કમી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યા પેદા કરી શકે છે. જો તમને પણ દિવસ દરમિયાન તણાવ રહેતો હોય તો તમે આ ટિપ્સ અનુસરી શકો છો.

ધ્યાન કરવાની આદત
તમારે તમારી દિનચર્યામાં ધ્યાન કરવાનું રહેશે. જેમાં તમારે રોજ 20-30 મિનિટ ધ્યાન કરવાનું રહેશે. જેના કારણે તમારો તણાવ દૂર થાય. ધ્યાન કરવાથી તમને ઊંઘ પણ સારી આવશે. એક મહિના સુધી તમારે રોજ ધ્યાન કરવાનું રહેશે. આવું કરવાથી તમારામાં હકારાત્મક ઊર્જા વધશે.

ચાલવું જોઈએ
તણાવ મુક્ત કરવા માટે તમારે ચાલવું જરૂરી છે. કોઈ પણ સમસ્યા હોય છે ત્યારે ડોક્ટર ચાલવાની સલાહ આપતા હોય છે. કસરત કરીને પણ તમે તણાવને ઓછો કરી શકો છો. જો તમારે જિમમાં જવાનો સમય નથી કે પછી યોગ કરવાનો સમય નથી તો ઓફિસના બ્રેક સમયમાં વોક કરી શકો છો.

આ પણ વાંચો: રાહુલે આપ્યા ગુડ ન્યૂઝ, ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા કરી મોટી જાહેરાત

સૂતા પહેલા આ કરો
દિવસમાં તમે તણાવ અનુભવો છો તો તમારે કેટલીક ટીપ્સને ફોલો કરવાની રહેશે. જેમાં તમારે ગરમ પાણીથી સ્નાન કરવાનું રહેશે. આ પછી સુવાથી તમને આરામથી નિંદર આવશે. જેમ બને તેમ તમારા રુમમાં અંધારુ રાખો. ધીમે ધીમે તમારો તણાવ દૂર થશે અને તમને સારી નિંદર આવશે.