December 24, 2024

જાસ્મીન અલી કરશે મેરેજ, અભિનેત્રીની માતાએ કહી વાત

Jasmin Bhasin-Aly Goni: બિગ બોસ 14’માં પોતાનો પ્રેમ વ્યક્ત કરનાર જાસ્મીન ભસીનને અલી ગોની ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. સોશિયલ મીડિયા પર તેમના રોમેન્ટિક ફોટા અને વીડિયો પણ તેઓ શેર કરતા હોય છે. તેમના ચાહકો પણ તેમના પર પ્રેમ વરસાવે છે. આ બંને કપલ લગ્નના બંધનમાં બંધાય તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યા છે. આ ચર્ચા વચ્ચે જસ્મીન ભસીન અને એલી ગોનીના લગ્નને લઈને એક ખાસ અપડેટ સામે આવ્યું છે.

જાસ્મીન ભસીન-અલી ગોનીના લગ્નની તારીખ
એક વ્લોગમાં દિવાળીના સમયે અલીને પુછવામાં આવ્યું હતું કે શું તે આવતા વર્ષે જાસ્મિન સાથે લગ્ન કરશે. તે સમયે અલીએ કહ્યું કે ‘હા, આવતા વર્ષે થશે.’ જાસ્મિનની માતાને પણ આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે ‘ચોક્કસ.’ હું કહું છું કે આજે જ લગ્ન કરી લો. ત્યારે હાજર અન્ય લોકો હસવા લાગ્યા હતા. અલીએ તરત જ જવાબ આપ્યો અને કહ્યું, ‘ઠીક છે.

આ પણ વાંચો: 90 કરોડનું બજેટ 14 ભાષામાં ફિલ્મ, ભૂલભલૈયાને પણ ટક્કર મારે એવી હોરર મૂવી

જસ્મીન ખૂબ પ્રશંસા કરી
જાસ્મિન અને અલી બંને તેમના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ભારતી સિંહ સાથેના પોડકાસ્ટમાં અલીએ જસ્મીનની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે વખાણ કરતા કહ્યું કે તે એક છોકરી છે જે હંમેશા પરિવારને સાથે લે છે. જાસ્મીનની માતાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે તેમની પુત્રી 2025માં એલી ગોની સાથે લગ્ન કરવા જઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે જસ્મીન અને અલીના લગ્ન 2025માં થાય છે કે નહીં.