December 28, 2024

વાયુ પ્રદૂષણથી બચવા કરો આ ઉપાય

Home Remedies For Pollution: વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે શ્વસનતંત્ર પર ખરાબ અસર પડી રહી છે. તેનાથી બચવા માટે અમે કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે વાયુ પ્રદૂષણથી કેવી રીતે બચી શકાય.

પ્રદૂષણ ટાળવા માટે અસરકારક રીત

માસ્ક પહેરો
પ્રદૂષણથી બચવા માટે તમારે ઘરની બહાર નિકળો છો ત્યારે તમારે માસ્ક પહેરવાનું રહેશે. કોરોનામાં જે રીતે માસ્ક પહેરતા હતા તે રીતે માસ્ક પહેરીને રાખો. પ્રદૂષણ અને ધુમ્મસથી બચવા માટે તમારે N95 માસ્ક પહેરવું જોઈએ.

કસરત કરો
ઠંડીના દિવસોમાં શરીરમાં આળસમાં વધારો થાય છે. જેના કારણે રોજ સવારે તમારે કસરત કરવાની રહેશે. તમે કોઈ પણ કસરત કરી શકો છો. તેનાથી ફેફસાં મજબૂત બનશે.

આદુ અને મધ ખાઓ
આદુ અને મધનો ઉપયોગ કરવાથી શરદી અને ઉધરસથી છુટકારો તમે મેળવી શકો છો. આદુ અને મધનું સેવન શ્વાસના દર્દીઓ માટે ફાયદાકારક છે. શિયાળાની સિઝનમાં જેમ બને તેમવિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. વિટામિન સી યુક્ત ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે.

આ પણ વાંચો: તહેવારની સિઝનમાં વજન વધી ગયું છે? આ પાણી પીવો વજન ઘટશે

સ્ટીમ લો
પ્રદૂષણની અસર ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય છે સ્ટીમ. રોજ સવારે અને સાંજના સમયે સ્ટીમ લેવાની રહેશે. જેના કારણે શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર થશે. આ સિઝનમાં સ્ટીમ વધુ અસરકારક રીતે કામ કરે છે.