January 18, 2025

હમણાં નહીં પડે ઠંડી: લા નિનાને કારણે વૈજ્ઞાનિકો પણ ચિંતિત

La Nina affects Winter: નવેમ્બર મહિનાની શરૂઆત થઈ થઈ ગઈ છે પરંતુ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી અથવા તેનાથી ઓછું અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી કે તેથી ઓછું હોવું જોઈએ, જ્યારે તે અનુક્રમે 32.4 અને 15.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સામાન્ય કરતાં વધુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લા નિનાના સક્રિય થવાને કારણે આમ થઈ રહ્યું છે. તેના સંપૂર્ણ સક્રિય થવામાં હજુ એક સપ્તાહનો સમય લાગી શકે છે. જોકે, કેટલાંક સપ્તાહો પહેલા વૈજ્ઞાનિકોએ ઓકટોબરના અંતિમ સપ્તાહમાં જ લા નિનાના સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ઠંડી પડવાનું શરૂ થશે, કારણ કે લા નિના સક્રિય થવાને કારણે, પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનો વધુ તીવ્ર બની જતાં હોય છે. હવામાનશાસ્ત્રી ડો.એસ.એન.પાંડેના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે, પરંતુ નવેમ્બરની શરૂઆતમાં જે પ્રકારની ઠંડી પડવી જોઈએ તે હજુ શરૂ થઈ નથી.

તેમનું કહેવું છે કે આ વખતે ઠંડી ધીમે ધીમે વધશે. તેમનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે ગરમી, વરસાદ અને ઠંડી તેમના અપેક્ષિત સમય કરતાં એક મહિનો આગળ વધી ગઈ છે. મતલબ કે નવેમ્બરમાં પડતી ઠંડી હવે ડિસેમ્બરથી શરૂ થશે અને ફેબ્રુઆરી સુધી ઠંડી ચાલુ રહેવાની શક્યતા છે.